બુધવાર, 10 ઑગસ્ટ, 2016

પરિવર્તનનો સાર

તન્મય વોરા
જ્યારે હું આ મહાકાય ઈમારત પાસેથી પસાર થાઉં છું ત્યારે મારી આંખ સામે તેનો ભૂતકાળ તરી રહે છે. દેશનું એ પહેલું મલ્ટીપ્લેક્ષ હતું. ફિલ્મ જોવાના અનુભવના નવા પ્રવાહની શરૂઆત અહીંથી થઈ હતી. આજે તે  'તોડી પાડવામાં આવે છે'ની ચેતવણી હેઠળ અતિત બની રહ્યું છે.
આ ઈમારત મારે માટે પરિવર્તનનો સાર છે. એક સમયનાં પથદર્શકની દસ જ વર્ષમાં આ દશા! જ્યારે સ્પર્ધકો ગ્રાહકને અવનવા અનુભવો કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આપણે....?

ટોમ પીટર્સનું કહેવું છે, 'અલગ બનો યા તો અશ્મિ બનો.' અલગ તરી રહેવા, સતત સુધારણા કરતાં રહેવાં અને વધુને વધુ ઊંચાં નિશાન સિદ્ધ કરવા આપણે શું કરી રહ્યાં છીએ?


Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો