શુક્રવાર, 16 માર્ચ, 2018

૧૦૦ શબ્દોની વાત : ઔદાર્ય અને અન્યોનો વિકાસ


તન્મય વોરા

લાગતાં વળગતાં લોકોનો વિકાસ એ પોતાના વિકાસમાટે પણ સહુથી સારો રસ્તો છે.બીજાંને આગળ વધારવાની સાથે સાથે તમારે પણ આગળ વધતા રહેવું જોઇએ. પરંતુ, તે માટે તમારે ઔદાર્ય અને વિપુલતાની સ્થિતિએ પહોંચવું પડે.

મારા શાળાના દિવસોમાં એક ખેડૂતની વાર્તા સાંભળી હતી, જે ઉત્તમ પાક પકવવા માટે અને પોતાનું ઉત્તમ બીયારણ આસપાસના ખેડૂતોને વહેંચવા માટે જાણીતો હતો.
Photograph by Tanmay Vora
એને જ્યારે કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, "આમ તો આ સ્વાર્થની વાત છે.પવનની સાથે પરાગરજ ઊડીને આજૂબાજૂનાં ખેતરોમાં જ જઇ બેસે. એટલે,જો મારા પડોશીઓ ઉત્તમ પાક વાવે, તો મારો પાક આપોઆપ જ સુધરતો રહેવાનો છે."

તમે અન્ય લોકો સાથે કોઇ બીજ વહેંચો છો ખરાં?

  • અસલ અંગ્રેજી લેખ - In 100 Words: Generosity and Growing Others - પરથી ભાવાનુવાદ
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો