બુધવાર, 14 માર્ચ, 2018

અરાજકતા અને આંટીઘૂંટીઓ # ૧ # કૉયોટૅ, અરાજકતા, અને આંટીઘૂંટીઓની જટિલતા



અરાજકતા અને આંટીઘૂંટીઓ

ગેરી મૉન્ટી
અરાજકતા અને આંટીઘૂંટીઓ સાથે તેઓ જે રીતે રોજબરોજની ઘરેડની જેમ કામ લઈ શકે છે એ  ઘણાં માટે આશ્ચર્યની બાબત બની રહે છે. આ લેખમાળામાં આપણે અજ્ઞાત છતાં સુપરિચિત લાગતાં અરાજકતા અને આંટીઘૂંટીવાળાં વિશ્વની સહસફર કરીશું. ખેંચમતાણી કરતા રહીને પરિસ્થિતિને ડોળતા રહેતાં આકર્ષણોથી લઈને પોતાનાં લક્ષ્યો સિધ્ધ કરવા અજાણ્યાંઓ સાથે સંબંધો બાંધી લેતી સ્વ-સમાનતાઓની વચ્ચે, આપણે આપણા મનનાં ખૂણાઓમાં સંતાયેલ અતિવાસ્તવવાદી અરાજકાતા અને આંટીઘૂંટીઓને લગતા પારિભાષિક શબ્દો અને તંત્રવ્યવસ્થા સાથે અવગત થશું. એ બધાં અજ્ઞાતને સુપરિચિત સ્થિતિમાં લાવીને કંઈક અંશે આ નવાં જણાતાં વિશ્વસાથે  સંબંધની ગાંઠ મજબૂત કરીને તે જે આપણને આપે છે તેના ફાયદાઓ માણીશું.

# કૉયોટૅ, અરાજકતા, અને આંટીઘૂંટીઓની જટિલતા

આ લેખમાળામાં આપણે અરાજકતા અને આંટીઘૂંટીઓની જટિલતાનાં ઊંડાણ માપીશું. સ્વાભાવિક છે કે આપણા મનમાં સવાલ થાય કે, એમ કરવાની જરૂર શી છે?
 પહેલો વિચાર તો એ જ આવે કે ભાઈ, આ જ તો છે આજનો ગરમા ગરમ વિષય - આજની ખાસ વાનગી. જોકે
કૉયોટૅ - ઉ.અમેરિકા ના ઘાસના જંગલોમાં મળતો વરુ
જવાબ અને વાસ્તવિકતા તો ઘણાં સરળ છે. આપણે તો તેમની સાથે રોજેરોજ કામ પડે છે. અને પાછું કામ પાર પાડવું પણ સારી રીતે જ પડે
, જો ટકી રહેવું પણ હોય અને જોરશોરથી આગળ પણ વધવું હોય તો.
બીજું પણ એક મહત્ત્વનું કારણ છે, જેનો સંબંધ  સિધ્ધાંતોનાં અનોખાપણાં સાથે છે. અરાજકતા અને જટિલ આંટીઘૂંટીઓનો સંબંધ હૃદયના અનિયમિત ધબકારાથી માંડીને રમતનાં મેદાનમાં રમતાં બાળકોથી લઇને વિદ્રોહવિરૂધ્ધની કાર્યવાહીઓ જેવાં જીવનનાં અનેકવિધ પાસાંઓ સાથે રહેલ છે. અને આ યાદી તો લાંબી લાંબી થતી જઈ શકે છે.
શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરી શકાય?
સીધી જ વાત છે કે બન્નેની વ્યાખ્યાઓ જોઈએ અને આ બન્ને વચ્ચે શું સંબંધ છે તે પણ જોઈએ.
અરાજક વિ. યાર્દચ્છિક
અરાજકતા વિષેની એક ગેરસમજ મુજબ અરાજકતાને 'યાર્દચ્છિકતા'ના સમાનાર્થ માનવામાં આવે છે.. રોજબરોજના વપરાશ માટે એ કદાચ સાચું હશે, પરંતુ અરાજકતાના સિધ્ધાંતની નજરે આ બન્ને શબ્દપ્રયોગો તદ્દન જૂદા છે.
અરાજકતા સિધ્ધાંત પ્રમાણે 'યાર્દચ્છિક' એટલે કોઈપણ પ્રકારનાં માળખાં કે ઢાંચાનું ન હોવું. એકદમ સૂક્ષ્મતલ પર વાયુના કણોની ગતિ આ માટેનું આદર્શ ઉદાહરણ છે. તેના માર્ગની આગાહી કરવાની આવે તો ન્યુટન પણ ચકરાઈ જાય.(જેમને ભૌતિકશાસ્ત્રનો થોડો ઘણો પરિચય હશે તેમને ત્રણ-વસ્તુઓનો કોયડો (Three-body Problem) કે દ્વિ-લોલકનો કોયડો યાદ આવી જશે.)

જેની સામે અરાજકતા સાવ જ અલગ બાબત છે. આ કિસ્સાઓમાં બહુ ચોક્કસ માળખું અને નિયમો હોય છે, પણ તેની વર્તણૂક અરૈખિક હોય છે. કાદવ જેટલું સીધું કદાચ સમજાઈ પણ જાય તો પણ થોડી વચારે ચર્ચા હજૂ વધારે સ્પષ્ટ સમજવામાં મદદરૂપ થશે.
અરાજક તંત્રવ્યવસ્થાની દૃષ્ટિએ અરૈખિકતા (Nonlinearity)”નાં પણ અમુક ચોક્કસ માપદંડો  છે :

  • અરાજક તંત્રવ્યવસ્થા એવાં ઘટકોની બનેલી હોય છે જે નિર્ધારાણાત્મક નિયમોથી જોડાયેલ હોય;

  • એક ચોક્કસ બિંદુએથી શરૂ થતી અરાજક તંત્રવ્યવસ્થા નિયમો દ્વારા આગાહી ન કરી શકાય તેવી સ્થિતિમાં આવીને અટકે છે. અરૈખિકતા આ જ છે. તંત્રવ્યવસ્થા બહુ વિચિત્ર લાગે તેમ વર્તે છે. રોજબરોજની ભાષામાં આનો અર્થ એટલો કે કોઇ પણ બે જૂદા સમયે તંત્રવ્યવસ્થા શરૂ થાય એક જ બિંદુએથી પણ પછી સાવ અણધારી અને જૂદી જ સ્થિતિમાં જઈને અટકે.

આ પરિસ્થિતિઓનાં બહુ જ કમનસીબ પણ સચોટ ઉદાહરણ આપણી વિધાનસભાઓ કે લોકસભા કે રાજ્યસભાની કાર્યવાહીઓ પૂરાં પાડે છે. શાસક પક્ષનો વિરોધ કરવો છે એ એક નિશ્ચિત વાતથી શરૂ થતી કાર્યવાહી સ્થગિત કરવી પડે ત્યારે સભ્યોની અલગ અલગ વર્તણૂકો દૃશ્યમાન કરતી હોય છે !
આખી પરિસ્થિતિ મન વિચલિત કરી મૂકી શકે છે. નિયમો બહુ સ્પષ્ટ હોય છે અને તંત્રવ્યવસ્થાના ઘટકો બધાંને બરાબર સમજાતાં પણ હોય છે, અને તેમ છતાં પરિણામો અણધાર્યાં જ આવતાં રહે છે.
આટલું હજૂ ઓછું હોય તેમ ત્રીજું ઘટક બળતામાં ઘી પૂરે છે :

  • નિયમો કામ કરે અને પરિણામોની આગાહી કરી શકાય, પણ માત્ર કેટલાંક ઘટકોની ખૂબ નજદીક રહીને અને તે પણ બહુ જ ટુંકા સમય અંતરાલમાં જ રહીએ તો....

આ સમગ્ર પરિસ્થિતિને સમજવા માટે એક બહુ રસપ્રદ, પરંતુ ઉત્તર અમેરિકાને લગતું એક સચોટ ઉદાહરણ પ્રસ્તુત છે -
કૉયોટ્સને નાબૂદ કરવાની બાબતે આ પ્રક્રિયા બહુ સારી રીતે જોવા મળે છે. એકલદોકલ કૉયોટે નજરે ચડે તો તેને મારી નખાતું. પછી તેનો સમૂહમાં નાશ કરવાના પ્રયાસો હાથ ધરાયા, જેનાં પરિણામો બહુ રસપ્રદ અને એટલાં જ અણધાર્યાં રહ્યાં છે. ૧૮મી સદીના મધ્ય સમયમાં કૉયોટ્સનાં ઝુંડ મોટાભાગે મિસિસિપીની પશ્ચિમે ૧૧ રાજ્યોમાં દેખા દેતાં. તેમનો નાશ કરવાના બધા જ પ્રયાસો આશ્ચર્યજનક રીતે અસફળ રહ્યા છે. કૉયોટ્સ હવે આજૂબાજૂનાં ૪૮ રાજ્યોમાં ફેલાઈ ચૂક્યાં છે. માણસની વસ્તીની તેમને શરમ નથી રહી અને તેઓ ઠાઠથી શહેરોમાં પણ ફરે છે. એક વાર હું શિકાગોના વ્યાપાર ક્ષેત્રમાં જટીલતા અંગેના તાલીમ વર્ગ લઈ રહ્યો હતો. તેની નીચેના માળ પર એક કૉયોટ મસ્તીથી આવ્યું, એક ખાલી જ્યુસ કુલરમાં વીસેક મિનિટ બેઠું અને પછી ચાલતું થયું!.
(અનુવાદકની નોંધઃ જે ગ્રામીણ વિસ્તારોમાં નીલગાય (સ્થાનિક ભાષામાં રોઝડાં)ની વસ્તી છે ત્યાં પણ આવા અનેક દાખલાઓ નોંધાતા રહે છે. પણ ક્યારેક આવા સમાચાર પણ નોંધાતા રહે છે - અમદાવાદ એરપોર્ટના રનવે પર નીલગાય, કલાક ટ્રાફિક ખોરવાયો)
આવી અરાજક પરિસ્થિતિઓમાં પણ ફળતાંફૂલતાં રહેવાથી જટિલ આંટીઘૂંટીઓ સર્જાય છે.
આંટીઘૂંટીની જટિલતાઓ
જટિલતાભરી પરિસ્થિતિમાં ચાર ખાસીયતો હંમેશાં જોવા મળશે:

  • અનુકૂલનક્ષમતા
  •  અનુસંધાન
  •  અન્યોન્યાશ્રય
  • વૈવિધ્ય

જટિલ તંત્રવ્યવસ્થાઓ પણ અરૈખિક હોવાને કારણે અરાજક તંત્રવ્યવસ્થાનો જ ભાગ બની રહે છે. છેક સૂક્ષ્મસ્તરે લેવાતા નિર્ણયો પછીથી વ્યાપક સ્તરે પ્રસરી જાય છે. જ્યાં બધું જ ઉપરથી નીચે વહે છે એવાં સામાજિક ઈજનેરીથી આ સાવ વિપરિત છે. ઉપર ઉદાહરણમાં વર્ણવેલ કૉયોટૅ સામાજિક વ્યવસ્થામાં આ ચારેચાર ખાસીયતો બહુ સારી પેઠે જોવા મળે છે. સામુહિક વિનાશનો સામનો કરવા કૉયોટૅએ ભૌગોલિક અને સામાજિક વિસ્તરણ તેમજ જરૂર પડ્યે નવી વર્તણૂકોનાં વૈવિધ્યપૂર્ણ ફેરફારોના પ્રયોગો કર્યા. જો આ ફેરફારો સફળ બની જાય તો તેને અપનાવી લેવાની અનુકૂલનક્ષમતા તેમણે દર્શાવી. એક સફળ પ્રયોગમાંથી શીખવા મળેલ પાઠ તેમનાં સામાજિક માળખાનાં અનુસંધાનો દ્વારા વૈયક્તિક વર્તણૂકમાં બહુ ઝડપથી ફેલાઈ ગયા અને પારસ્પારિક જોડાણો દ્વારા સામાજિક વર્તનમાં રૂઢ થઈ ગયા.
કૉયોટ્સના આખાંને આખાં ઝૂંડ આજૂબાજૂની વસ્તીમાં પણ ઘૂસીને પાળેલાં પ્રાણીઓના શિકાર કરવા માંડે છે. ક્યારેક તેઓ નાનાં છોકરાંઓ પર પણ હુમલો કરી લે છે. જો કે આ બાબતે તેઓ બહુ સફળ નથી થતાં એટલે તેમનાંમાંના અનુભવી અને પુખ્તોની દેખરેખને કારણે આ વર્તણૂક બહુ પ્રસરતી નથી. આમ થવા છતાં, શું સફળ રહેશે અને શું નહીં તેના પ્રયોગો બાબતે  કૉયોટ્સ તેમની કાર્યરીતીની રણનીતિઓ બદલતાં રહે છે. જે પ્રયોગો સફળ રહે તે તેમનાં સામાજિક માળખામાં પ્રસરીને આખાં ઝૂંડની વ્યૂહાત્મક નીતિ બની જાય છે.
મૅનેજમૅન્ટની મનોવૈજ્ઞાનિક પરિભાષામાં જેને જટિલ અનુકૂલનશીલ પ્રણાલી (Complex Adaptive Systems)[i]તરીકે ઓળખવામાં આવે છે  તે અરાજક તંત્રવ્યવસ્થામાં સંપોષિત સફળતા માટે બહુ  આવશ્યક છે. બીજા શબ્દોમાં કહીએ તો તે અરાજક તંત્રવ્યવસ્થાની આગવી ઓળખ સમી ખાસીયત તરીકે નજરે ચડતી રહે છે.
આ લેખમાળાના પ્રારંભિક મણકા માટે આટલું પૂરતું છે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણે બિલોરી કાચની મદદથી આપણી આસપાસની સામાન્ય છતાં કંઈકને કંઈક દૃષ્ટિએ અવનવી પરિસ્થિતિઓને નવા દૃષ્ટિકોણથી જોઈશું. આ ઘટનાઓ સામાન્ય અને પરિચિત એટલા સારૂ કહી શકાય કે લગભગ રોજેરોજ આપણે તેમની સાથે કામ પાર પાડતાં રહેતાં હોઈએ છીએ. તો વળી અવનવી એટલે કહેવાય કે સામાન્ય સંજોગોમાં સામાન્યત: જેને સર્વમાન્ય ગણવામાં આવે તેના કરતાં આમાં કંઈક જૂદુંજ હોય છે.


શ્રી ગૅરી મૉન્ટીના લેખ, Chaos and Complexity #1: Coyotes, Chaos and Complexity નો અનુવાદ


  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૧૪, ૨૦૧૮ 




ગેરી મૉન્ટી પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ અને પરિવર્તન સંચાલનનાં ક્ષેત્ર સાથે ૧૯૭૯થી સંકળાયેલ છે. ૧૯૮૪માં તેમણે મૅનેજમૅન્ટ, કન્સલટીંગ, તાલીમ અને શિક્ષણ તેમ જ માર્ગદર્શન જેવી સેવાઓ પૂરી પાડવા માટે Center for Managing Change (CMC)ની સ્થાપના કરી. બેંકીંગ, ફાર્માસ્યુટીકલ, રીટેલ-સાંકળ સંચાલન, દૂરસંચાર અને કમ્પ્યુટર ઉત્પાદન જેવાં અનેક વ્યાવસાયિક ક્ષેત્રોમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું છે.


[i] 










ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો