ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૫


કોઇવાર આપણે શબ્દાર્થ પકડી બેસતા હોઇએ છીએ. આ ગાથા માણોઃ 


રાકેશે કોઇકને લૉબીમાં રોકી ને પૂછ્યું- "હું બાજૂની ઑફિસમાંથી આવું છું. મને ૧૦૦૦ રૂપિયા ઉધાર આપશો?" તે  વ્યક્તિએ એમ કહીને ઘસીને ના પાડી દીધી કે તે તેને ક્યાં ઓળખે છે. ગુંચવાઇ ગયેલા રાકેશના મોંમાંથી નીકળી પડ્યુઃ "કમાલ છે, મારી ઑફિસમાં  લોકો મને સારી રીતે ઓળખે છે, એટલે  ઉધાર નથી આપતા!" 
ફૉટૉ સૌજન્યઃ   Melissa Maples on Flickr
તમે કંઇ પણ પરિપૂર્ણ હોય તેવો આગ્રહ તો રાખી શકો છો.પરંતુ તેનેમાટે મોટી કિંમત ચૂકવવી પણ પડી શકે છે.. આ ગાથા માણોઃ
શીલાને ફરી એક વાર મનાવી લેવાનું માર્કંડ નક્કી કરી ચૂક્યો હતો. તેને પાછી મેળવવા તે કંઇ પણ કરવા તૈયાર હતો. પણ તે એટલું સહેલું પણ નહોતું. શીલાને આ ગમે,તો પેલું સાવ ન ગમે.. આખરે, અઢાર મહિનાની મહેનત પછી, તેને "પૂર્ણ" માર્કંડ મળ્યો. કમનસીબે, આ "નવા" માર્કંડને હવે શીલામાં રસ નહોતો.
આપણને જે ધ્યાનમાં આવે તેની જ નોંધ લેતાં હોઇએ છીએ. જો કે આપણા ધ્યાન પર આવ્યું હોય તે પૂરતું નથી પણ હોતું. આ ગાથા માણોઃ
પાર્કિંગ માટેની નિશાની સ્પષ્ટ હતી – સાંજના ૬ થી સવારના ૬ સુધી પાર્કિંગનિષેધ". હજૂ ૫.૩૦ જ વાગ્યા હતા. ત્રિદિપ સ્ટૉર તરફ ભાગ્યો અને ૨૦ મિનિટમાં તો પાછો પણ આવી ગયો. તેમ છતાં, ચોંટી ગયેલી પાર્કિંગ-દંડની ચબરખી જોતાંવેંત, તેના ધ્યાનમાં આવ્યું કે, સાજના ૬ વાગ્યા સુધી તો પાર્કિંગમાટે "ચુકવણું" કરવાનું રહેતું હતું.
કોઇપણ વિવાદને જીતવાનો સરળ રસ્તો એ છે કે વિવાદમાં પડવું નહીં. પરંતુ દરેક વખતે વિવાદ ટાળી શકાય તેમ પણ નથી થતું.. તે સમય માટે તમારે તૈયાર રહેવું રહ્યું. આ ગાથા માણોઃ
બટુક અને નિખિલ આ મુદ્દે સાવ અલગ માન્યતા ધરાવતા હતા. હંમેશની જેમ, બટુક તંત છોડતો નહોતો,એટલે નિખિલે છોડી દીધું. બટુક વિજયોન્મત થઇ ચાલતો થયો. તે સાથે જ નિખિલે તેના મિત્ર જયદીપને કહ્યું, "જયદીપ, આપણને જોઇતું હતું તે મળી ગયું! જે જોઇતું હોય, તેની વિરૂધ્ધ દલીલ કરવાનીવાળું અટકચાળું કામ કરી ગયું."
ફૉટૉ સૌજન્યઃ  Mintpics on Flickr
જો તમે ધ્યાન ન રાખો, તો તમારાં જ લોકો તમે જે ઇચ્છતાં હો તેવું જ પકડાવી દઇ શકે છે. આ ગાથા માણોઃ
બૉસએ કલ્પી પણ ન હતી તેવી સમસ્યા આવી પડી. તેણે તનુજને ગ્રાહક-સંતોષ ની મોજણી કરવાનું કહેલ.મોજણીનાં તારણ મુજબ બધા ગાહક 'ખૂબ સંતુષ્ટ' હતાં. તનુજે બધાને ૧ થી ૫ નાં સાપેક્ષ પરિમાણો પર મુલ્યાંકન કરવા કહેલ. તનુજે અંદરખાને ૧ ને 'સંતુષ્ટ' થી ૫ ને 'પસંદ કરૂ છું'નું મૂલ્ય આપી રાખ્યું હતું.
ફૉટૉ સૌજન્યઃ  Kate Hazard on Flickr
#46 - તણાવ
તમને તણાવ પેદા કરતાં પરિબળોની ફરિયાદ કરતાં પહેલાં, તમે જ તમારા તણાવમાં કેટલું યોગદાન આપી રહ્યાં છો તે તરફ એક નજર કરવાનું ચૂકશો નહીં. આ ગાથા માણોઃ
બિપિનની દિનચર્યા ભરચક્ક હતી.. તેણે સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું જમણ તેના મિત્રો કે વ્યવસાય સહયોગીઓ સાથે લેવાનાં હતાં.અર્થતંત્ર,આતંકવાદ,રાજકારણ,નોકરીની છટણીઓ જેવા અનેક વિષયોને કારણે ચર્ચાઓ રસપ્રદ રહી હતી. પાછા આવીને, બિપિને આખી રાત કામ કર્યું ત્યારે માંડ એ 'ખરી' પરિયોજનાઓ પર કંઇક પ્રગતિ કરી શક્યો. તે બહુ થાકી ગયો હતો..
ફૉટૉ સૌજન્યઃ  Stephen Poff on Flickr
માન્યું કે, તમે બધું જ હંમેશાં તમારાં નિયંત્રણ્માં હોય તેમ ઇચ્છતાં હો. પરંતુ.. આ ગથા માણોઃ
તનુજ ખરીદીમાટેની કતારમાં ઊભા રહેવાથી અકળાતો. તે દિવસે, બધી કતારો ભરચક્ક હતી. તે વિચારીને એવી કતારમાં ઊભો રહ્યો, જેમાં દરેક હાથલારીમાં થોડી થોડી વસ્તુઓ જ હોય. તેની કતાર ઝડપથી આગળ વધતી હતી. કમનસીબે, તેનો વારો આવ્યો ત્યારે જ તેની કતારનું તંત્ર ખોટવાઇ ગયું. "આહ!", તેણે ગુસામાં મુઠ્ઠી ભીડીને ઘુરકીયું કર્યું.
ફૉટૉ સૌજન્યઃ  Eric J. Lubbers on Flickr
સમજાવટના ઘણા પ્રકાર હોઇ શકે છે. માણો આ ગાથાઃ 
ભૈરવમાં વિશ્વાસની કમી હતી. તે અવ્યવસ્થિત પણ હતો. એટલે, સહાનુભુતિથી પ્રેરાઇને, રાજેશે તેનું સામયિકનું લવાજમ ભરી આપ્યું અને લટકામાં, વેચાણ કેમ કરવું તેની મફત સલાહ પણ આપી. ભૈરવે રાજેશનો આભાર માન્યો અને આઘે જતાંવેંત, ભૈરવે તેની પત્નીને ફૉન કરીને હસતાં હસતાં કહ્યું, "પ્રિયે, ફરી એક વાર યુક્તિ કામ આવી ગઇ!"
ફૉટૉ સૌજન્યઃ  Waynemah on Flickr
(અણ)છાજતી અપેક્ષાઓ? માણો આ ગાથાઃ
લાંબી ચર્ચા બાદ ડૉ.કર્મવીરે એ વૃધ્ધ યુગલને પૂછ્યું, "જશુભાઇ, છેલ્લાં પચીસ વર્ષમાં તમે સવિતાબેનને કહ્યું જ નથી કે તમે તેમને પ્રેમ કરો છો?"
જશુભાઇએ સવિતાબહેન સામે જોઇને કહ્યું, 'આપાણાં લગ્ન પહેલાં તો, હું તને પ્રેમ કરૂં છું, એમ તને કહ્યું હતું. પછીથી તેમાં કંઇ ફેરફાર થયો હોત તો તને કહેત."
ફૉટૉ સૌજન્યઃ  Hamid Masoumi on Flickr
#50 - કારણ
સમય મર્યાદા એ જ માત્ર પરિયોજના પૂરી કરવાનું કારણ ન હોવું જોઇએ... માણો આ ગાથાઃ
પ્રવિણને ખબર હતી કે માંદા હોવાને કારણે, રાજેશ સમય મર્યાદા પાળી નથી શક્યો. રાજેશને નવલકથા પૂરી કરવી જ હતી. પ્રવિણે રાજેશને અટકી જવાની સલાહ આપી, કારણ કે જીતવાની તો કોઇ તક હતી નહીં. રાજેશનો પ્રતિભાવ હતોઃ " હું આ કંઇ મેળવવા નથી કરી રહ્યો, પરંતુ કંઇક બનવા કરી રહ્યો છું."
ફૉટૉ સૌજન્યઃ  StarbuckGuy on Flickr

v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑગષ્ટ ૨,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
. લઘુ ગાથા -  ગુચ્છ ૪


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો